Breaking NewsLatest

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરતું જામનાગરનું સખી વન સ્ટોપ સેન્ટર.

જામનગર: સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગરનાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત એસ.એચ & સી.આર ગાર્ડી આર્ટસ/કોમર્સ કોલેજ-ધ્રોલ ખાતે વિદ્યાર્થીનીઓને મહિલાઓના અધિકારો અને મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ સખી-વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમા જણાવાયુ હતુ કે માનવ અધિકાર વિશ્વમાં રહેતા દરેક માનવીને મળેલા કેટલાક વિશેષ અધિકારો છે જે વિશ્વને એકસાથે બાંધે છે તેમજ દરેક વ્યક્તિનું રક્ષણ કરે છે, લોકોને સ્વતંત્રતા આપે છે. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ શામેલ છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, જ્ઞાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા દમન કરી શકાય નહીં.માનવ અધિકારો એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે, તેઓ માનવી પોતાનુ જીવન ખુશીથી જીવી શકે. માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.

કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલી કિશોરીઓને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી તેમજ સેન્ટરની કામગીરીથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *