Latest

અરવલ્લી જીલ્લાની નામાંકીત સદભાવના ફોરમની બેઠક શેઠ ફામઁ હમીરપુર ખાતે યોજાઇ હતી

અરવલ્લી
અરવલ્લી જીલ્લાના છેવાડાના માનવીની સુખ શાંતિ અને સમથઁતા માટે પ્રયત્નશીલ સદભાવના ફોરમની બેઠક શેઠફામઁ ખાતે યોજાઇ હતી. નવા વષઁ માટે વિવિધલક્ષી આયોજન જેવા કે શિક્ષણ , આરોગ્ય, સરકારી સેવા, આર્થિક નાદુરસ્ત લોકોને સીધી મદદ જેવા વિવિધ મુદ્દાઓ પર વિવિધ કમિટી ની રચના કરી કામગીરી વધુ વેગવંતી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આજની મોડાસા ઉપરાંત માલપુર, મેઘરજ, ભિલોડા તાલુકાના અનેક વેપારીઓ, શિક્ષકો , ડોકટસઁ અને મુરબ્બીઓ જોડાયા હતા. આ સુંદર કાર્યક્રમના આયોજનમાં શ્રી ત્રીલોકભાઈ મહેતા અને શ્રી હબીબ ભાઈ શેઠ સાહેબે ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં શ્રી અમૃતભાઈ પટેલ, સલીમભાઈ દાદુ, ડો ઇફ્તેખાર મલેક, શ્રી રાકેશભાઈ જોશી, , શ્રી અબ્દુલ રહીમ ભાયલા, અજયભાઈ પંડ્યા વિગેરે મહાનુભાવો દ્વારા વિવિધ મુદ્દાઓ આધારિત વાતચીત પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દિલ્હી થી પધારેલા જમાતે ઇસ્લામી હિંદ ના રાષ્ટ્રીય સચિવ શ્રી મુહમ્મદ શફી મદની શેઠ દ્વારા આં પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા અને આનો વ્યાપ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોવીડ-19 સ્થિતી સમયે સદભાવના ફોરમની ઉત્કૃષ્ઠ કાગીરીએ અરવલ્લી જીલ્લા હિન્દુ-મુસ્લીમ સમાજમાં ભાઇચારાનુ અનેરુ ઉદાહરણ રજૂ કર્યુ છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *