Breaking NewsLatest

ભરૂચના ત્રાલસા ખાતે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલનું કુવારીકાઓએ ભવ્ય સ્વાગત કર્યું.

ખોડલધામ ખાતે પંચમ પાટોત્સવના ઉત્સવમાં સમાજના દરેકને પધારવા આમંત્રણ આપ્યું.

ભક્તિ દ્વારા એકતાની શક્તિ અને રાષ્ટ્ર ભાવનાના દર્શન ખોડલધામમાં થઈ રહયા છે.નરેશભાઈ પટેલ.

 


ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમનું ટ્રસ્ટી મંડળ આજે ભરૂચ જિલ્લાના ત્રાલસા ખાતે આવી પહોંચતા નબીપુરથી ભરૂચ ખોડલધામ સમિતિએ ફોર અને ટુવિલ સાથે રેલી સ્વરૂપે ત્રાલસા આવી પહોંચ્યા હતી.જ્યાં કુવારીકાઓ અને મહિલા સમિતિએ પુષ્પગુચ્છથી ભવ્ય અભિવાદન કર્યું હતું.


કાગવડ ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૧.૧.૨૦૧૭ ના રોજ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થતા હોય ખોડલધામ મંદિર કાગવડ ખાતે પંચમ પાટોત્સવનો મહાઉત્સવ યોજાવાનો છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પંચમ પાટોત્સવમાં દેશ વિદેશ અને રાજ્યભરમાંથી લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉમટી પડવાના છે. પંચમ પાટોત્સવ આમંત્રણ દરેક પરિવાર સુધી પહોંચે તેવા આશય સાથે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ રાજ્યભરમાં પ્રવાસ કરી આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે આજરોજ નરેશભાઈ પટેલ તેમના ટ્રસ્ટી મંડળ સાથે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા પાટીદાર સમાજની વાડીમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કન્વીનર પંકજભાઈ ભુવા સહિત ભરૂચ નર્મદા જિલ્લાના તમામ તાલુકાના કન્વીનરો, લેઉવા પટેલ સમાજના પ્રમુખો તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે 2017 માં 60 કિમિ લાંબી રાજકોટથી કાગવડ સુધીની ફોરવીલ અને ટુવિલ સાથે શોભાયાત્રા નીકળી હતી.ઘણા વર્લ્ડ રેકોર્ડ થયા એમાં સંઘઠનની તાકાત જોવા મળી હતી.છૂટાછેડાના વધતા કેસની ચિંતા કરી 17 જિલ્લામાં સમાધાન પંચ કાર્યરત કર્યું છે.2015 માં સૌ પ્રથમ ખોડલધામે પીએસઆઈ ,મામલતદાર માટે યુપીએસી જીપીએસસીના વર્ગોની શરૂઆત કરી હતી જેમાં ઘણી સફલતા મેળવી છે.2000 દીકરા દીકરીઓને વિવિધ ક્ષેત્રે મોકલવામાં આવ્યા છે.સરદાર સાહેબની વાત ઘરની વાત ઘરમાં રાખજો અને સિંહનું કાળજું રાખજો જે હાલ દેખાય રહ્યું છે.મુઠ્ઠી બંધ રાખજો ક્યારેય ખુલી ના જાય એ જોજો.21 01 2022 એ ધંધા રોજગાર બંધ રાખીને પણ ખોડલધામ પધારજો.


લેઉવા પટેલ સમાજના શિસ્ત અને સંયમને નમન કરતાં તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટે ઘણી સફળતાઓ હાંસલ કરી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને શિક્ષણમાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી દરેક સમાજના જરૂરિયાત મંદોને સાથે રાખી તેમને જરૂરિયાત મુજબની તાલીમ આપવામાં આવે છે. ભરૂચના ત્રાલસા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી સુરત અને મુંબઇના કાર્યક્રમ માટે ટ્રસ્ટી મંડળ સાથે પ્રસ્થાન કર્યું હતું .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *