Breaking NewsLatest

સ્વ. પદમ્ શ્રી. મહેશ નરેશ કનોડિયા ને મળયા લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરાયા

અમદાવાદ,29 ડિસેમ્બર 2021- સામાજિક ક્ષેત્રે ભારતમાં કાર્યરત ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કાઉન્સિલ ના સહયોગથી તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ 2021 યોજાયો હતો. અમદાવાદમાં કોચરબ આશ્રમ નજીક આવેલા ટાગોર હોલ ખાતે આ એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો.જે વિવિધ ક્ષેત્રના લોકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ સમારોહમાં ગુજરાતના ઈડર વિધાનસભા મતવિસતારના ધારાસભ્ય હિતુ કનોડીયા, પ્રદીપ ભાઈ પરમાર- સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી, અમદાવાદ પૂર્વ લોકસભાના હસમુખભાઈ પટેલ સંસદસભ્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તથા ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત કલાકારો જેવા કે પ્રતિમા ટી, જય વસાવડા, વત્સલાબેન પાટીલ, જીતેન્દ્ર ઠક્કર, દીપક અંતાણી, મોના થિબા કનોડિયા, જાનવી પટેલ, ફાલ્ગુની રાવલ, બંકિમ પાઠક, જનક ઠક્કર, ચેતન દહીયાં, અરવિંદ વેગડા, જયેન્દ્ર મેહતા, ભરત બારીયા, અક્ષય પટેલ, કોમલ પંચાલ, ભૂમિકા પટેલ, સુખદેવ ધામેલીયા, ભાવિન ભાવસાર, પાવન સોલંકી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. તથા પત્રકાર જગતના દેવાંગ ભટ્ટ, મેધા પંડ્યા ભટ્ટ, મિથુન ખમભેટે, મોનાલી ઠક્કર આ ઉપરાંત મોટી સંખ્યામાં સામાજિક કાયૅકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ કાઉન્સિલના ડો. સન્ની શાહ સંસ્થાપકની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ્સનું આયોજન રાખવામાં આવેલ હતું.

ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ ભારતમાં વિશાળ વ્યાપક ધરાવતી સંસ્થા છે. જે સામાજિક કામગીરીમાં અગ્રેસર છે. અંદાજે 19 લાખ જેટલા સભ્યો દેશભરમાં 36 રાજ્યોમાં કાર્યરત છે. આ ઉપરાંત કાઉન્સિલના કેટલાક સભ્યો ભારત બહાર વિદેશમાં પણ કાર્યરત છે.

સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ દર વર્ષે આપવામા આવે છે. જે વકિલો, ડોક્ટર્સ, સામાજિક કાર્યકર્તાઓ, ફિલ્મ કલાકારો, રમત- ગમતના ખેલાડીઓ ઉપરાંત વિવિધ સંગઠનો અને સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો સહિતના વિવિધ લોકોને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે આપવામાં આવે છે.

ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ કાઉન્સિલના ગુજરાત ખાતે ૫ લાખ સભ્યોમાંથી મુખ્ય પદાધિકારીઓ સુનિલ ગામીત, પરેશ પટેલ, મેહુલ સવાણી, જીગ્નેશ પંડ્યા, નિરંજન શર્મા, વિશાલ ગુપ્તા, ગજેન્દ્ર રાજપુરોહિત, અઝીમ ખાન ઇત્યાદિ બધા હાજર હતા. જેમાં સંગીત અને હાસ્ય જગતનાં મહાન કલાકારોએ ઉપસ્થિત અતિથિગણોને પોતાની કલાથી મોહિત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *