કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં કોરોના વાઈરસની મહામારી દરમ્યાન બીજી લહેર ધાતક પુરવાર થયા બાદ હવે ત્રીજી લહેર તેજ ગતિએ આગળ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.કોરોના વાઈરસનું સંક્રમણ વધતા ચિંતા નો વિષય છે.આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીઓની દોડધામ વધી છે.
ભિલોડા તાલુકાના ચુનાખાણ ગામના રહેવાસી ભિલોડા – મેધરજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ડો.અનિલભાઈ જોષીયારા અને તેઓના ધર્મ પત્ની યમુનાબેન જોષીયારા કોરોના વાઈરસથી સંક્રમીત થયેલ છે.