Breaking NewsLatest

હિન્દી ન્યૂઝ ચેનલના શીરમોર પત્રકાર કમાલખાનના આકસ્મીક નીધન પર સાવરકુંડલા પ્રેસ ક્લબ દ્વારા શોક પ્રગટ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

હિન્દી ટીવી જગતના મશહુર પત્રકાર કમાલ ખાનનુ લખનૌમાં નીધન થયુ છે. હિન્દી ન્યૂઝ ચેનલમાં પોતાની આગવી છટા, બોલવાનો અલગ અંદાજ અને જ્ઞાનના કારણે કરોડો દર્શકોના માનીતા એવા કમાલ ખાનને સાંભળવા કે તેમની સ્ટોરી જોવી એ એક લાહ્વવો છે. ઉર્દુ, હિન્દી કે પછી રામાયણની ચોપાઈ હોય કે મહાભારતના શ્લોક કે પછી કુરાનની હદીસો હોય કમાલ ખાન સહજતાથી પોતાની સ્ટોરીમાં તે બોલતા અને દર્શકોને એક ભાવ વિશ્વમાં લઈ જતા. કમાલ ખાનના નિધનથી સમગ્ર મિડીયા જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પ્રેસ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા મોટા ઝીંઝુડા નજીક આવેલા રાધીકાસાહેબ આશ્રમ ખાતે કમાલ ખાનને શ્રધ્ધાંજલી માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ટીવી, અખબાર અને ડિજીટલ મિડિયાના પત્રકારો દ્વારા કમાલ સરને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. રાધીકાસાહેબ બાપુ દ્વારા મૃતકના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો પત્રકારો દ્વારા કમલા ખાનને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *