Breaking NewsLatest

સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘના પ્રમુખ તરીકે જયરાજસિંહ મોરી ની સર્વાનુમતે બિનહરીફ વરણી

શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘની કારોબારી મિટિંગ
તા.૧૬/૦૧/૨૦૨૨, રવિવાર ના રોજ કારડીયા રાજપૂત સમાજની વાડી,સિહોર ખાતે કારોબારી સભ્યો તથા આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી આ કારોબારી દરમિયાન શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘના વિવિધ હોદ્દેારોની નિમણુક કરવામાં આવેલ જેમાં સિહોરના નવયુવાન અને સમાજના કાર્યોમાં હમેશા સક્રિયપણે અગ્રેસર રહેતા જયરાજસિંહ મોરી ની પ્રમુખ તરીકે કારોબારી સભ્યો અને આગેવાનો દ્વારા સર્વાનુમતે બિનહરીફ નિમણુક કરવામાં આવી હતી મહામંત્રી તરીકે ચિથરસિંહ ચૌહાણ (ઉસરડ) ઉપપ્રમુખ તરીકે દિલીપસિંહ ડોડીયા (મઢડા) કિરણસિંહ પરમાર (ઉસરડ) હરદેવસિંહ નકુમ (નવાગામ) ભૂપતસિંહ ચૌહાણ (દેવગાણા) સંગઠન મંત્રી તરીકે ભરતસિંહ મોરી (ટાણા) સહમંત્રી તરીકે પ્રતાપસિંહ મોરી (વડીયા) ખજાનચી તરીકે રાજેન્દ્રસિંહ સોલંકી (ઇશ્વરીયા) તથા મીડિયા કન્વિનર તરીકે કરણસિંહ મોરી (બોરડી) ની નિમણુક કરવામાં આવેલ. તમામ નિમણૂંકને સિહોર તાલુકા તથા ભાવનગર જિલ્લા ના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના યુવાનો તથા આગેવાનો દ્વારા આવકારવામાં આવેલ તથા નવી ટીમ ને શુભકામનાઓ પાઠવેલ

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *