Breaking NewsLatest

અમદાવાદ સિવિલના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસમાં ૨૧૧ તરુણોએ કરાવ્યું રસીકરણ.

અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસની અંદર ૨૧૧ તરુણોએ કોરોનાની રસીનો ડોઝ મેળવ્યો છે.

આજે પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫થી ૧૭ ની વયના તરુણો માટે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર માં પણ તરુણોએ ઉત્સાહભેર રસીના બંને ડોઝ સંપન્ન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૫ થી ૧૭ વયના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *