કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ગામે રામપુરા ચોકડી નજીક રહેણાંક વિસ્તારમાં નિતિનિયમોની ઐસી કી તૈસી કરીને કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા આ વિસ્તારમાં રહેતા લોકોએ નિતિનિયમોમા આને રોડથી અંતરમર્યાદામાજ બાંધકામ કરવામાં આવે તેમજ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ના કરવામાં કામ અટકાવી દેવામાં આવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરતાં આને આ મુદ્દો ચર્ચાસ્પદ બનતાં હલચલ મચી જવા પામી છે.એટલુજ નહીં પણ આ કોમર્શિયલ બાંધકામ કરનારા ખૂદ રાજકારણી અને કાયદાના જાણકાર હોવા છતાંય અંગત લાભ માટે આવી કામગીરી કરતા લોકોમાં ખેદ પેદા થવા પામ્યો છે. રામપુરા આમોદરામા રામપુરા ચોકડી નજીક જૂના સર્વે નંબર એક જેમિ પટેલ ભગવાનદાસ પુંજાભાઈ(હાલમા કાર્યરત સરપંચ) તેમજ પ્લોટ નંબર ચોત્રીસ માં પટેલ અજયભાઈ નરસિંહભાઇ (સરકારી શિક્ષક)ના નામે આ પ્લોટો છે આજ પ્લોટ રેસીડેન્સી રહેણાંક વિસ્તારમાં છે અને હાલ કોમર્શિયલ દુકાનોનું બાંધકામ વેગથી ચાલુ થતાં આને તાલુકા પંચાયત ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા કોમર્શિયલ બાંધકામ થતાં આ વિસ્તારના રહેણાંક ના લોકોએ ભવિષ્યમાં પડનાર મુશ્કેલી સંદર્ભે જિલ્લા કલેકટર થી માંડી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.જોકે રાજકારણના આ અઠંગ ખેલાડીઓ તેમનું કોઈ કશુંજ નહીં બગાડી શકે એ વહેમ થી આગળ વધી રહ્યા છે ત્યારે જોઈએ સત્યનો વિજય થાય છે કે પછી……શું ..ની લોકો રાહ જોઇ રહ્યા છે