Latest

મલિવાડા ગ્રામ પંચાયત વિસ્તાર ના રહીશો માં આક્રોશ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મંજૂર થયેલો રોડ કોના ઇશારે ટૂંકાવવામાં આવ્યો તે તપાસનો વિષય

આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો ગ્રામજનો દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે

        હિંમતનગર વિસ્તાર ને અડી ને આવેલ માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તાર માં વર્ષોથી રોડ ની સમસ્યા ઉકેલવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ પોતાની ગ્રાન્ટ માંથી માલીવાડા ગ્રામ પંચાયત થી માલીવાડા થઈ ઈડર હાઇવે ને જોડતો ધાણધા ફાટક સુધી નો રોડ મંજુર કરી વિકાસ ના કામ નું સુંદર ઉદાહરણ પૂરું પાડેલ

પરંતુ આ મંજૂર થયેલો  રોડ કોના ઇશારે માલીવાડ માંથી કેન્સલ થયો અને  તેની લંબાઈ પણ ટૂંકાવી દેવામાં આવી તે તપાસ માંગી લેતો વિષય છે
માલીવાડ  વિસ્તાર માંથી ચુંટાઇ આવેલા ડેપ્યુટી સરપંચ સલીમભાઈ કણિયા ને જાણે વિકાસ ના કામો માં કોઈ રસ ના હોય તેવુ લાગી રહ્યુ છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ મંજુર કરેલ રોડ જે રોડ બ્રહ્માણી નગર દસ દુકાનો થી ધાણધા સુધી બનાવવાનો નિર્ણય કરાયો તેનું ખાતમુહૂર્ત થયું ત્યારે બ્રાહ્મણીનગર થી ધાણધા સુધી રોડ ના ખાત મુહૂર્ત સમય હાજર રહેલ સલીમભાઈ કણિયા અને ન્યાય સમિતિ નાં ચેરમેન પારૂલબેન મકવાણાએ માલીવાડા વિસ્તાર નાં રહિશો નાં અરમાનો પર પાણી ફેરવી દીધુ છે વરસો જુની આ સમસ્યા નો હવે ક્યારે અંત આવશે તેવો પ્રશ્ન હાલતો માલિવાડા વિસ્તાર નાં રહીશો ને સતાવી રહ્યો છે
થોડાક મહિનાઓ બાદ માલીવાડા  ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માલીવાડા ના મતદારો માલીવાડા ના વિકાસમાં અવરોધ કરતા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાકારો આપે તો નવાઈ નહીં
બ્રહ્માણી નગર નો જે રોડ બન્યો છે તે પણ જરૂરી હતો પણ તે રોડને માલીવાડા ગ્રામ પંચાયત સુધી જોડવામાં આવેલો હતો પણ હાલ તો તેને ટૂંકાવી દેવામાં આવ્યું છે તે કારણની પણ તપાસ વહીવટી તંત્રે કરવી જોઈએ કે કોના ઇશારે  આ રોડ ટૂંકાવવામાં આવ્યું છે અને માલીવાડા ના મતદારોને અન્યાય કરવામાં આવ્યો છે જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં જિલ્લા કલેકટરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *