કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા ટપાલ વિભાગમાં જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની નિયુક્તિ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક્ષકની કચેરી સાબરકાંઠા હિંમતનગર હેડ ઓફિસ ખાતે તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સવારે ૯:૩૦ કલાકથી ૧૮:૦૦ કલાક રાખવામાં આવેલ છે
લાયકાત:
૧૮ થી ૫૦ વર્ષ, ધોરણ ૧૦ પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત શૈક્ષણિક લાયકાત,
પાત્રતા
ભૂતપૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકર, મહિલા મંડળ કાર્યકર, એક્સ સર્વિસ મેન, નિવૃત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ, પોસ્ટ ઓફિસના એસ.એસ.એ./એમ.પી.કે.બી.વાય એજન્ટ, વીમા કંપનીના ભૂતપૂર્વ એજન્ટ અને કોઈપણ કામ કરવા ઈચ્છુક વ્યક્તિ
પ્રાથમિકતા
વીમા વેચવાનો અનુભવ, કોમ્પ્યુટર ની જાણકારી ધરાવનાર, સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનાર, કમિશન કે ઈન્સેન્ટિવ સરકારશ્રીના નિયમોનુસાર મળશે. જે વ્યક્તિની એજન્ટ તરીકે પસંદગી થશે તેમણે પાંચ હજારના કે.વી.પી કે એન.એસ.સી. સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ બાયોડેટાની સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ અન્ય કે.વાય.સી ડોક્યુમેન્ટ અને અનુભવ સર્ટિફિકેટની ખરી નકલ અને ઓરીજનલ સર્ટિફિકેટ સાથે લાવવાના રહેશે. એમ અધિક્ષક ડાકધર વિભાગ હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.