કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લીમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત ૨૯,૫૦૦ બહેનોને રૂ. ૭.૫૫ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. જેમાં ગંગા સ્વરૂપ એટલે કે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ગંગા સ્વરૂપ સહાય યોજના અમલમાં મુકાવમાં આવી છે. નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન વ્યતીત કરી શકે તે માટે આ યોજના થકી તેમને આર્થિક મદદ કરવામાં આવે છે.
આ યોજનામાં ગંગા સ્વરૂપ બહેનોને માસિક રૂ.૧૨૫૦ વિધવા પેંશન રૂપે તેઓના બેન્ક કે પોસ્ટ ખાતામાં સીધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ અરવલ્લીમાં જાન્યુઆરી.-ફેબ્રુઆરી ૨૦૨૨ માસમાં ૨૯,૫૦૦ લાભાર્થીઓને રૂ. ૭.૫૫ કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં જિલ્લામાં માર્ચ ૨૦૧૯ માં કુલ ૩૫૭૧ બહેનોને લાભ મળતો હતો. માર્ચ -૨૦૧૯ માં ૨૧ વર્ષના પુત્રની શરત દૂર કર્યા બાદ અત્યાર સુધી કુલ ૨૫,૯૨૯ લાભાર્થી બહેનોનો વધારો થયો છે.
આ ઉપરાંત અગાઉ જે લાભાર્થીઓને માર્ચ ૨૦૨૦ પહેલા સહાય મંજુર થઇ હતી પણ ચુકવણી કરવામાં આવી ન હતી તેવા ૧૩૨૩ જેટલા લાભાર્થીઓને માર્ચ -૨૦૨૧ માં ૯૦ લાખ જેટલી સહાય લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી.