કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઘણા લોકો 14 મી ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં ભારતીય ઋષિ પરંપરા અનુસાર બાળકો માં સંસ્કારોનુ સિંચન થાય એ માટે બાળકો દ્વારા એમના માતા પિતાની પુજા કરાવવામાં આવી
હિંમતનગર શહેરના 1) 10 દુકાન સામે બ્રહ્માણીનગર મહેતાપુરા ,
2) તિરુપતિ ફ્લેટ NG સર્કલ મહેતાપુરા ,
3) રાયકાનગર સહકારી જીન ,
4) નીલકંઠ વિલા સોસાયટી,
5) ગાયત્રી મંદિર રોડ ,
6) સહજાનંદ ફ્લેટ જલારામ મંદિરે કાર્યક્રમો કરવામાં આવ્યા … અને માતા પિતા દ્વારા બાળકો ને પણ આશિર્વાદ આપી નાનકડી ભેંટ આપવામાં આવી
આવા કાર્યક્રમ નુ આયોજન કરવાથી સમાજ પચ્ચીમી સંસ્કૃતી ના અનૂકરણ ને લીધે માતા-પિતા અને બાળકો વચ્ચે વધી રહેલા અંતર ને દૂર કરી ધરમાં પ્રેમ ભર્યુ વાતાવરણ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો
કાર્યક્રમ ને સફળ બનાવવા બચ્ચે હી આગે ના બાળકો અને એમના માતા-પિતા સાથે મોટી સંખ્યા માં નગરજનોએ ભાગ લીધો કાર્યક્રમ નુ સંચાલન
હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા રાષ્ટ્રીય બજરંગ દલ શહેર અધ્યક્ષ પ્રવિણસિંહ રાજપુત સાથે ઓજશ્વીની સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ હેમાંગીનીબા ઝાલા રાષ્ટ્રીય મહિલા પરીષદ જીલ્લા મંત્રી કોમલબા રાઠોડ હિંમતનગર તાલુકા અધ્યક્ષ ભાવનાબા પરમાર શહેર અધ્યક્ષ ડીપલબેન સોની હાજર રહ્યા હતા.