Breaking NewsLatest

અરવલ્લી સાઠંબા પોલીસ મથકમાં શોર્ટ સર્કિટ થતાં વિજ પુરવઠો ઠપ્પઃએક તબક્કે અફડાતફડી મચી ગઇ…

કપિલ પટેલ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના નવનિર્મિત સાઠંબા પોલીસ મથકમાં શોર્ટ સર્કિટ થતાં પોલીસ મથકનો વિજ પુરવઠો ઠપ્પ થઈ જવા પામ્યો હતો.

વધુ પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તાલુકાના સાઠંબાના નવનિર્મિત પોલીસ મથકે અચાનક શોર્ટ સર્કિટ થતાં પોલીસ કર્મચારીઓ પોલીસ મથકની બહાર દોડી આવ્યા હતા તેમજ પોલીસ મથકે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા.શોર્ટ સર્કિટના કારણે વીજ ઉપકરણોને નુકશાન થતાં ઓનલાઇન સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી, સદનસીબે કોઈ મોટી હોનારત સર્જાઇ નથી. શોર્ટ સર્કિટ થવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી…

ઉલ્લેખનીય છેકે,સાઠંબા પોલીસ મથકનું નવીન મકાનનું બાંધકામ થોડાક સમય અગાઉ થયું છે,અને થોડાક મહિના અગાઉજ પોલીસ સ્ટેશન નવીન મકાનમાં ખસેડવામાં આવ્યું છે,ત્યારે ગણતરીના મહિનાઓમાં નવીન બનાવેલ પોલીસ મથકમાં શોર્ટ સર્કિટ સર્જાતાં કોન્ટ્રાકટર દ્વારા લાઈટ ફિટિંગમાં હલકી ગુણવત્તાનો ઇલેક્ટ્રિક સામાનનો ઉપયોગ કરવામાં આવતાં શોર્ટ સર્કિટ થયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે વધુ એક સરકારી બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા સેવાઈ રહી છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *