દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર પાટણની પ્રભુતા ને પ્રસ્થાપિત કરી છે : મુખ્યમંત્રી
નિરવ ગાંધી નાં ગીત સાથે પાટણ સ્થાપના દિન ની ઉજવણીની શુભકામનાઓ પાઠવી..
પાટણ તા.૧૫
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણના ૧૨૭૬ માં સ્થાપના દિન ની શુભકામના પાઠવતા પાટણ ની પ્રભુતા ને દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ ફલક પર પ્રસિધ્ધી અપાવી હોવાનું જણાવ્યું હતું.
ઐતિહાસિક નગરી પાટણ શહેર નાં 1276 માં સ્થાપના દિન ની આગામી તા.23 ફેબ્રુઆરીના રોજ સમગ્ર પાટણ શહેર દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણની સંગીત નગરી માં આગવી ઓળખ ઉભી કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી, નિરવ ગાંધી કરા ઓકે ગૃપ અને નિરવ ગાંધી ઓરકેસ્ટ્રા નાં ઓનૅર સાથે પાટણ આઇડિયલ નો ખિતાબ પ્રાપ્ત કરનાર યુવા ગાયક નિરવ ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવેલ અને જેને શહેરના જાણીતા જૈન શ્રેષ્ઠી અને જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ મેહુલ દેવદત્ત જૈન પરિવાર સ્પોન્સર બન્યા છે એવાં પાટણની પ્રભુતા ને વણૅવતુ ગીત તૈયાર કરવામાં આવેલ છે.
પાટણની પ્રભુતા ને વણૅવતા આ ગીત ને વિશ્વ ફલક પર પ્રસિધ્ધી પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ પાઠવતાં શુભેચ્છા સંદેશાઓ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સરકારી અને સંગીતકારો દ્વારા નિરવ ગાંધી અને તેમની સમગ્ર ટીમને પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે આ શુભેચ્છા સંદેશો માં સોના માં સુગંધ ભળે તેમ પાટણના 1276 માં સ્થાપના દિન ને અનુલક્ષીને નિરવ ગાંધી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાટણની પ્રભુતા જીવંત કરતા ગીત ને લોક સમુદાય સમક્ષ રજૂ કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવી ઐતિહાસિક નગરી પાટણની પ્રભુતા વિશ્વ ફલક પર ઉજાગર બને તેવી હ્દય થી શુભકામનાઓ સાથે નિરવ ગાંધી અને તેમની ટીમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભકામના અને શુભેચ્છાઓ બદલ નિરવ ગાંધી સહિત તેમના ગૃપ નાં સહિયોગી ટ્રસ્ટી યશપાલ સ્વામી,ડો.આસુતોષ પાઠક,સંજય ખમાર,જતીન રાવલ,ધૃપલ પ્રજાપતિ,ધૃમિલ પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા મુખ્યમંત્રી નું મશરૂમ નીં શાલ, પાટણના પ્રખ્યાત દેવડા, રેવડી અને વલ્ડૅ હેરિટેજ રાણીનીવાવ ની પ્રતિકૃતિ અપૅણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી મંત્રી ની સાથે સાથે અનેક રાજકીય, સામાજિક આગેવાનો દ્વારા પણ નિરવ ગાંધી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાટણની પ્રભુતા સમાન ગીતની પ્રસિધ્ધ બદલ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.