Latest

મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાની મોટરિંગ જનતાને સરકારશ્રીના મોટર વાહન ખાતાના તા ૧૨ ઓક્ટોમ્બર ૨૦૧૭ના પરિપત્ર મુજબ હવે અગાઉ મેન્યુઅલ ચાલતી ઓક્શન પ્રક્રિયાને બંધ કરી સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું થયું છે.
જેના ભાગરૂપે એ આર.ટી.ઓ મોડાસામા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો માટે શરુ થયેલ નવી સીરીઝ GJ.31.P, GJ.31.M ,GJ.31.N અને GJ31.T ૦૦૦૧ થી ૯૯૯૯ નંબરો માટેની ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા માટે પસંદગી નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોને તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગી નંબર મેળવવા આગામી તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ થી તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી પાયાની રકમ ઓનલાઈન ભરી ઓનલાઈન એપ્લીકેશનમાં અરજી કરવાની રહેશે તા. ૨૫ ફેબ્રુઆરી સવારે ૧૨-૦૦ થી તા. ૨૬ ફેબ્રુઆરી થી સવારે ૧૧. ૫૯ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ઓનલાઈન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે.
આ બિડિંગ પ્રક્રિયામાં અરજદાર પસંદ કરેલ નંબર ટુ-વ્હીલર માટે રૂ.૨૦૦૦/- અને ફોર વ્હીલર માટે રૂ.૮૦૦૦/- ના ગુણાંકમાં બિડાણ કરવાની રહેશે.તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે ઓનલાઈન હરાજીમાં સફળ થયેલ ઉમેદવારને નંબર ફાળવી દેવામાં આવશે. જેની જાણ તેમને નોંધણી વખતે આપેલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર કરવામાં આવશે.એમ સહાયક પ્રા.વા.વ્ય.અધિકારી મોડાસા, અરવલ્લીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *