Breaking NewsLatest

માં ઉમિયા ના દિવ્યરથનું ભિલોડા માં ભવ્ય સ્વાગત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પાટીદારોની વૈશ્વિક સંસ્થા,પાટીદારોના પાટનગર અમદાવાદમાં જગત જનની માં ઉમિયાના વિશ્વ કક્ષાના મંદિરનું નિર્માણ કરવાના ભાગરૂપે ‘‘વિશ્વ ઉમિયા દિવ્ય રથ’’નું પરિભ્રમણ તા.૧૪ મી ના રોજ ભિલોડામાં થયું અને ભિલોડા તાલુકાનો સમસ્ત કડવા પાટીદાર પરિવારો માં ઉમિયાના રથ ના દર્શન કરી ધન્ય થયા અને ગરબા ના તાલે જુમ્યા તેનાથી અતિ ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. પાટીદાર સમાજનો અકલ્પનીય સાથ અને સહકાર આપણને પ્રાપ્ત થયો છે. માં ઉમિયાની પ્રસન્નતાના અમી છાંટણાનો અભિષેક પાટીદારોની સંગઠન શક્તિને વૈશ્વિકસ્તરે મજબૂત બનાવશે તેમજ શિક્ષિત અને સંગઠીત સમાજના નિર્માણથી રાજ્ય , રાષ્ટ્ર નિર્માણમાં પાટીદાર સમાજ પથદર્શકની ભૂમિકામાં હંમેશા અગ્રેસર રહે તે માટે અષ્ટબળ એટલે કે
આત્મબળ, મનોબળ, વિધાબળ, ધનબળ, આધ્યાત્મિકબળ, બુધ્ધિબળ, સંઘબળ અને સંકલ્પબળનો એક સાથે ઉપયોગ કરવા આપણે સૌએ મહાસાગર બની પ્રચંડ તાકાત ઊભી કરી ધર્મ સાથે શિક્ષણ, આરોગ્ય, સંગઠન, કૃષિ અને રોજગાર ક્ષેત્રે સમાજના વિકાસની નવી ક્ષિતિજો સર કરવા અને આવનારી પેઢી આપણા માટે ગર્વ અનુભવી શકે તેવા દ્રઢ સંકલ્પમાં સહભાગી થઈ ભિલોડા તાલુકાના કડવા પાટીદાર સમાજના દરેક ભાઈ-બહેનોએ સંક્લ્પ લીધો હતો.

માં ઉમિયાનો દિવ્ય રથ ભિલોડામાં પરિભ્રમણ કરી શ્રી ઉમિયા નિવાસના પંટાગણ માં સમસ્ત કડવા પાટીદાર સમાજ, સરપંચ મુકેશભાઈ ત્રિવેદીએ સમુહ આરતી ઉતારી ધન્યતા અનુભવી,કાર્યક્રમને સફળ બનાવવા કડવા પાટીદાર સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *