Breaking NewsLatest

મિલિટરી સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કરતા મોનીકા વાધવા

અમદાવાદ: ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા સશક્તિકરણ માટેના અગ્રેસર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કાપડ મંત્રાલયના ‘સમર્થ’ પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.

હાલમાં સેવા આપી રહેલા ત્રીસ જવાનોની ધર્મપત્નીને બે મહિના સુધી સાદડી/રજાઇ વણાટ માટેની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ માટે કારીગર કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને શ્રીમતી મોનિકા વાધવા દ્વારા આ કાર્ડ્સ તમામ ત્રીસ તાલીમાર્થી મહિલાઓમાં વિતરિત કરવામાં આવ્યા હતા.

શ્રીમતી મોનિકા વાધવાએ આ પ્રસંગે સંબોધન દરમિયાન મિલિટરી સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તમામ સહભાગી મહિલાઓને તેમના પરિવારની આવકમાં વૃદ્ધિ કરવા માટે તેમનું કૌશલ્ય ખીલવવામાં અને વિકસાવવામાં આ અનન્ય તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવેલા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’થી મહિલાઓના સશક્તિકરણમાં લાંબાગાળાના લાભો થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *