ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…