કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠાના હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ તથા રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વિવિધ યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ,સ્વચ્છ ભારત મિશન, મનરેગા, મિશન મંગલમ, શ્યામા પ્રસાદ મુખર્જી, જિલ્લા આરોગ્ય શાખા, સર્વ શિક્ષા અભિયાન, લેન્ડ રેકર્ડ, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, જિલ્લા પુરવઠા શાખા, મધ્યાહન ભોજન યોજના, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગ ,પોસ્ટ ડિપાર્ટમેન્ટ, બીએસએનએલ જેવા તમામ વિભાગની ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, કલેક્ટર શ્રી એચ.કે.કોય, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા નિયામકશ્રી માન. આર. એમ.ડામોર સાહેબશ્રી તથા જિલ્લા કક્ષાના તમામ અધિકારીશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી મિટિંગમાં હાજર હતા