કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ તાલુકાના સાઠંબા ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વિષ્ણુભાઇ રાવળે રાત્રિ દરમિયાન દુકાન આગળ ભૂલી ગયેલા વહેપારીને તેમની બેગ પરત કરતાં ચારેકોર તેમની ઈમાનદારીની પ્રશંસા થઈ રહી છે….
મૂળ અજબપુરાના વતની અને સાઠંબામાં પટેલ પાર્લર નામની દુકાન ધરાવતા વહેપારી નિલેશભાઇ પટેલ પોતાની બેગ દુકાનની બહાર ભૂલી દુકાન બંધકરી પોતાના ઘરે ચાલી ગયા હતા, બેગમાં ૩૫,૦૦૦/- ની કિંમતનું લેપટોપ તેમજ ૫,૦૦૦/- રોકડા હતા, જે બેગ ફરજ પર હાજર હોમગાર્ડ જવાન વિષ્ણુભાઇ નાનાભાઇ રાવળને મળી આવતાં તેમણે નિલેશભાઇ પટેલને જાણ કરી તેમની બેગ પરત કરતાં નિલેષભાઇએ તેમનો આભાર માન્યો હતો. હોમગાર્ડ જવાન વિષ્ણુભાઇ રાવળની ઈમાનદારીની પ્રશંસા સમગ્ર નગરમાં થઈ રહી છે…..