Latest

સાબરડેરી દ્વારા દુધના ભાવમાં વધારો કરવામાં આવતાં સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લાના દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કોરોના મહામારીના વૈશ્વિક સંક્રમણકાળમાં પણ સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લાના દૂધ ઉત્પાદકોને નિયમિત આવક મળી રહે સાથે સાથે દુધ વ્‍યવસાયમાં વધુ વળતર મળી રહે તે માટે દૂધના ઉંચા પોષણક્ષમ ભાવો આ૫વાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે અને આવા કપળા સમયમાં પણ એક પણ દિવસ દૂધ સંપાદન બંધ રાખવામાં આવેલ નથી.આજના મોંઘવારીના જમાનામાં રોજીંદા જીવન જરૂરીયાતની તમામ વસ્‍તુઓના ભાવ ઉત્‍તરોત્‍તર વધી રહયા છે ત્‍યારે સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લાના ૩ લાખ થી વધુ દૂધ ઉત્પાદકો માટે સતત ચિંતિત સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ ૫ટેલ અને નિયામક મંડળના સભ્‍યો ઘ્‍વારા દૂધ ઉત્‍પાદકોના વ્‍યા૫ક હીતને ઘ્‍યાનમાં લઈ દૂધ વ્‍યવસાયને પ્રોત્‍સાહિત કરવાના હેતુ થી તા.૧/૦૩/ર૦ર૨ ના રોજ થી અમલમાં આવે તે રીતે દુધના ભાવમાં વધારો કરવાનું જાહેર કરેલ છે.જાહેર કરેલ નવા ભાવ મુજબ દુધ ઉત્‍પાદકોને ભેંસના દુધના ભાવમાં કિલો ફેટે રૂા.૧૦ નો વધારો થવા પામેલ છે.નવા જાહેર કરેલ ભાવો મુજબ ભેંસના દુધનો કિલો ફેટે ભાવ રૂા.૭૨૦ અને ગાયના દુધના સમતુલ્‍ય કિલો ફેટનો ભાવ રૂા.૩૦૯/૧૦ પ્રમાણે ચુકવવામાં આવશે જેના કારણે દુધ ઉત્પાદકોને ૫શુપાલન વ્‍યવસાયમાં ચોક્કસ આર્થિક મદદ ઉ૫લબ્‍ધ થશે.

સાબરડેરી ઘ્‍વારા દુધના ભાવમાં વધારો કરવાની જાહેરાતને તમામ દૂધ ઉત્‍પાદકો એ હર્ષ થી વધાવી લઈ ચેરમેન શ્રી શામળભાઈ ૫ટેલ અને નિયામક મંડળના સભ્‍યોનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *