કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમત-ગમત,યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર, અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લીમાં આવેલ જગપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે દ્વિ દિવસીય રંગારગ શામળાજી મહોત્સવને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે પ્રથમ દિવસે ખુલ્લો મુક્યો હતો.
જે અંતર્ગત પ્રથમ દિવસે મહોત્સવમાં ઝાંઝરી કલ્ચર ગ્રુપ દ્વારા કૃષ્ણલીલાની પ્રસ્તુતિ રજૂ કરાઇ હતી. જયારે બીજા દિવસે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તેમજ ઇડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાની ઉપસ્થિતિમાં શામળાજી પવિત્ર યાત્રાધામમાં યોજાયેલ રંગારંગ મહોત્સવને બીજા દિવસે સંપન્ન કરાયો હતો
.
આ યોજાયેલ દ્વિ દિવસીય રંગારંગ શામળાજી મહોત્સવના બીજા દિવસે કાર્યક્રમમાં હિતુભાઈ કનોડિયા અને તેમના પત્નિ મોના થીબા તથા કલાવૃંદ દ્વારા કૃષ્ણલીલા કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કલારસિકો ઉપસ્થિત રહી મનોરંજન માણ્યુ હતું.