Latest

શ્રી શક્તિ કેન્દ્રના ઉપક્રમે ગબ્બર તળેટી મા અદભુત આરતી યોજાઇ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી થી 3 કિલોમીટર દુર ગબ્બર પર્વત આવેલ છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ગબ્બર ખાતે સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા સમય બાદ ગબ્બર ખાતે લેઝર લાઈટ શો શરુ થઇ જવા રહ્યો છે. આજે ગબ્બર તળેટી એન્ટર ચોક ખાતે સાંજે 6:30 વાગે શક્તિ કેન્દ્ર ના ઉપક્રમે આરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગબ્બર પર્વત તળેટી ખાતે શક્તિ કેન્દ્ર ના ઉપક્રમે આરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરતીમા ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતા બાળકોએ ભાગ લીધો હતો. ગબ્બર ખાતે આજ પહેલા આવો આરતીનો કાર્યક્રમ યોજાયો ન હતો. આજે સાંજે અદભુત આરતી ગબ્બર તળેટી ખાતે યોજાઈ હતી. શક્તિ કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ , અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ પણ હાજર રહ્યા હતા. પગથિયા પર આરતી નો સુંદર નજારો જોવા મળ્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *