ઉમરાળા તાલુકાના દડવા નજીક ધોળા ગોદડજી ગામે વાડી વિસ્તારમાં બળદેવસિંહ ગોહિલની વાડીએ ખેતમજૂરી કરતા ક્ષમિક મહિલાને પ્રસ્વપિડા ઉપડતા 108 કન્ટ્રોલમાં જાણ કરાતા તુરંત રંઘોળા 108ની ટીમ સ્થળ પર દોડી જઈ EMT ડો.સુરેશભાઈ દ્વારા પ્રસૂતા મહિલાને તપાસતા પ્રસૂતા મદીબેન રાકેશભાઈને ચોથી ડિલિવરી હોય 29 અઠવાડિયા પર પ્રસુતીનો દુઃખાવો જણાતા તપાસ કરતા ખબર પડી કે હોસ્પિટલ ના રિપોર્ટ મુજબ ખબર પડી કે પ્રસૂતા મદીબેન ને બે બાળકો ટ્વિન્સ બેબી હોય અને લોહીના ટકા ખૂબ ઓછા 9% હોય તરત જ ત્યાં સ્થળ પર જ ડિલિવરી કરાવવા માટે બધી તૈયારી કરી 108ના અધિકારી ઇ. આર.સી.પી.ડોક્ટર રામાણી ના માર્ગદર્શન મુજબ તેની સલાહ સુચના મુજબ રંઘોળા 108ના EMT ડો.સુરેશભાઈ પરમાર અને પાયલોટ રઘુવીરસિંહ ગોહિલ દ્વારા સ્થળ પર ડીલેવરી કરાવવાની ફરજ પડી ડીલેવરી દરમિયાન એક બાળકને શ્વાસ લેવામાં તકલીફ અને હદય ચાલવામાં પ્રોબ્લેમ જણાતા 108ના EMT ડો.સુરેશભાઈ પરમાર અને પાઇલોટ રઘુવીરસિંહ ગોહિલે તુરંત બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ અને હૃદયનું પમ્પિંગ કરતા કરતા સહી સલામત વધુ સારવાર અર્થે ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કર્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા