કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના મોડાસા નગરના જિલ્લા સેવા સદન પાસે ચાલતા સ્પાની આડમાં સેક્સ રેકેટ નો અઠવાડિયા પૂર્વે અરવલ્લી જિલ્લા પોલીસ ની ટીમને મળેલી બાતમી ને રેડ કરવામાં આવી હતી તેમાં સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાને લઈ સંચાલક અને ગ્રાહક ની ને ઝડપી પાડી ગુનો રજીસ્ટર કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા,જેને લઈ મહિલાઓની વિવિધ સંસ્થાઓની મહિલા આગેવાનો આજે જિલ્લા કલેકટર અને પોલિસ અધિક્ષકને સ્પાની આડમાં સગીર અને યુવાધન માટે લાલબત્તી સમાન હોય આવા ધંધા બંધ કરાવવા રજુઆત કરી હતી કરી લેખિત રજુઆત કરી હતી,અને આગામી દિવસમાં સ્પાના સંચાલક સામે પગલાં નહીં ભરાયતો ઉગ્ર આંદોલનની મહિલાઓ આગેવાની ચીમકી ઉચ્ચારી હતી.સાથે પોલીસે કરેલા પર્દાફાશ ને મહિલાઓ આગેવાનો વનિતા બહેન અને હેતલબેન ની આગેવાની માં મહિલાઓ એ પોલીસ ની કામગીરી ને સરાહનીય ગણાવી કાર્યવાહીને આવકારી હતી. અને જિલ્લામાં મોડાસા સહિત અન્ય જગ્યાએ ચાલતા સ્પા સેન્ટરો ને બંધ કરાવવા માંગ ઉઠી અને ગોરખધંધા ચાલતા પકડી જેલ ના હવાલે કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજયભાઈ ખરાત અને જિલ્લા કલેકટર ડોકટર નરેન્દ્ર કુમાર મીના ને આવેદનપત્ર આપ્યું હતું જો તાત્કાલીક ધોરણે બંધ કરવામાં નહિ આવે તો આવનાર સમય માં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી