Latest

ધઉં અને સુકો ધાસચારો (હુંસેલ) આગની જવાળાઓમાં ભસ્મીભુત

ભિલોડાના ખુમાપુરમાં ધઉંના ખેતરમાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી ખેડુતને અંદાજીત ₹ એક લાખ નું નુકસાન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર ગામના સીમ વિસ્તારમાં વીજ થાંભલાની ઝુલતા મીનારા જેવી વીજ લાઈનો ઠેર ઠેર સીમાડાઓમાં જોવા મળે છે.ઉનાળાની સિઝન દરમ્યાન કોઈ પણ અગમ્ય કારણોસર યુ.જી.વી.સી.એલ ની વીજ પ્રવાહની વીજળીની લાઈનમાંથી ભરબપોરે વીજ તણખલા ઝરતા શોર્ટ શર્કિટ દરમ્યાન ખુમાપુર ગામના સીમ વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત રાજેશભાઈ દેવજીભાઈ પટેલના ખેતરમાં તૈયાર થયેલા પ્લોટના ધઉં અંદાજીત 150 મણથી વધુ ધઉં અને સુકો ધાસચારો (હુંસેલ) આગની જવાળાઓમાં પલભરમાં ભસ્મીભુત થઈ ગયું હતું.સીમ વિસ્તારમાં એકા-એક આગ ભભુકી ઉઠી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આગની જવાળાઓના ગોટે ગોટા દુર-દુર સુધી પ્રસરી ગયા હતા.આજુ-બાજુ વિસ્તારમાં ખેતરો ધરાવતા ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ખેડુતો,પશુ પાલકો અને શ્રમજીવીઓ ધટના સ્થળ પર તાબડતોડ ભેગાં થઈ હતા.
સામાજિક કાર્યકરો સંકેત ચૌધરી , ધાર્મિક ચૌધરી સહિત જાગૃત ખેડુતોએ જણાવ્યું હતું કે , ભિલોડા યુ.જી.વી.સી.એલ ના જવાબદાર અધિકારીઓ અને બે-નંબરીયા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અનેક ખેડુતો ભુતકાળમાં નુકસાન ભોગવી ચુક્યા છે ત્યારે આજે ખુમાપુર ગામમાં ખેડુતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતને વ્યાપક નુકસાન થયું હોય ત્યારે માથે પોંક મુકીને રોવાનો વારો આવ્યો છે.


ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત :- અરવલ્લી જીલ્લાના છેવાડે આવેલ ભિલોડા તાલુકાનો સમગ્ર વિસ્તાર ભૌગોલિક રીતે ધણો મોટો અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર ધરાવતો ટ્રાઈબલ વિસ્તાર છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે અવાર-નવાર ભિલોડા તાલુકામાં કોઈ જગ્યાએ ઠેર – ઠેર આગ ભભુકી ઉઠે ત્યારે હિંમતનગર,મોડાસા,ઈડર,બાયડ થી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી પડતી હોય ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળ પર આવે ત્યાં સુધીમાં મોટા પાયે નુકસાન પુર્ણ થઈ જતું હોય છે.વર્ષો જુની માંગણી છે કે , ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડની ટીમનું સ્ટેશન ફાળવવા સંદર્ભે વારંવાર રજુઆતો છતાં પરીણામ શુન્ય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *