વિશ્વ ટીબી દિવસ નિમિત્તે શપથ નો કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા ના ભેંસાવાડા, શિકા, આકરુન્દ અને વડાગામ પી.એચ.સી ખાતે વિશ્વ ટી.બી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો આરોગ્ય કર્મચારીઓ એ શપથ લીધા હતા.દર વર્ષે ૨૪ માર્ચ ના રોજ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિશ્વ ટીબી દિવસ ના રોજ ધનસુરા તાલુકામાં પી.એસ.સી સેન્ટર ઉપર શપથ લેવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા ટીબી હારેગા દેશ જીતેગા ના ભારતના વડાપ્રધાનના સંકલ્પ ને સાકાર કરવા માટે શપથ લીધા હતા. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને આ રોગથી બચવાનો છે અને આ રોગન દર્દીઓને શોધી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા કરવાનો છે સરકાર દ્વારા ટી.બી ના દર્દીઓ માટે નિક્ષય પોષણ સહાય યોજના પણ શરૂ છે કાર્યક્રમ જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ક્ષય અધિકારી ડો આશિષ નાયક અને તાલુકા હેલ્થ ઓફિસર યોગેશભાઈ ગોસ્વામી ના માર્ગદર્શન માં યોજાયો હતો.ભેંસાવાડા પી.એચ.સી ના મેડિકલ ઓફિસર મૌલિકભાઈ પ્રજાપતિ, શિકા ના મેડિકલ ઓફિસર નાઝીમાબેન, વડાગામ મેડિકલ ઓફિસર જીજ્ઞેશભાઈ, આકરુન્દ મેડિકલ ઓફિસર યાજ્ઞિકભાઈ સહિત મહેશભાઇ, અતુલભાઇ, વસંતભાઈ અને આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.