Latest

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતે ઉજવણી કરાઈ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

૨૪ માર્ચ થી ૧૩ એપ્રિલ સુધી ૨૧ દિવસીય ટીબીની વિવિધ સેવાઓ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના વિવિધ વિસ્તારોમાં સાંકળવાનું અભિયાન શરૂ થયું જેમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતેથી જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગરૂપે રેલી કાઢીને જનજાગૃતિ કરવામાં આવી પ્રસંગે માનનીય કલેક્ટર શ્રી ડો નરેન્દ્ર કુમાર મીણા તથા અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો આર જી શ્રીમાળી મારફતે લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો આશિષ નાયક ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્ષય ના જનજાગૃતિ અભિયાન અંગે ટોપી ટીશર્ટ અને પેન બાળકોને વિતરણ કરવામાં આવ્યું માનનીય કલેકટર શ્રીએ સાથોસાથ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ ની પણ મુલાકાત લીધી ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગો જેવા કે ઓ.પી.ડી વિભાગ ઇન્ડોર વિભાગ ડીલેવરી વિભાગ એન.બી.એસ.યું અને સી.એમ.ટી.સી ની મુલાકાત લીધી અને અંતે સફળ આયોજન માટે સૌ આરોગ્ય સ્ટાફને કલેક્ટરે શુભેચ્છાઓ પાઠવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *