Latest

સુરતથી સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે નેચરલ હીરા માટે જાણીતા સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી લેબગ્રોન સિન્થેટિક ડાયમંડની ચમક વધી છે નેચરલ હીરાનો ગ્રોથ રેટ 48.80 ટકા લેખે જ્યારે લેબગ્રોન ડાયમંડનો ગ્રોથ 105.53 ટકા લેખે થયો છે

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

           છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો અને લેબ્રોન હીરા માં જોડાઈ ગયા છે સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવવા અને લેફ્ટલેબગ્રોન ડાયમંડ કટ અને પોલીસિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટાપાયે થઇ રહ્યું છે સુરતમાં આશરે દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડના કામોમાં જોડાઈ ગયા છે હીરાઉધોગકારો માનવું છે કે આવનારા દિવસોમાં પણ લેબગ્રોન ડાયમંડ નો વિકાસ ખૂબ જ ઝડપથી થશે હીરાઉધોગના પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતને કટ અને પોલીસિંગ નું કેન્દ્ર માનવામાં આવે છે બે ત્રણ વર્ષ પહેલા લેબગ્રોન ડાયમંડનો વેપાર ઓછો હતો જોકે ત્યારબાદ સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડના વેપાર અંગે નવી પોલિસી જારી કરવામાં આવતા અને ઉદ્યોગકારોની મહેનત ને લીધે તેનો નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધ્યું છે નેચુરલ હીરા કરતાં તેઓ માં ઓછું રોકાણ હોવાથી કેટલાક હીરાઉધોગકારો પણ તેમાં જોડાઈ ગયા છે સુરતમાં ચીનથી આવતા સીડી હીરા પર કટ અને પોલીસિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ થયું છે તે ઉપરાંત કેટલાક મોટા ઉધોગકારો લેબગ્રોન ડાયમંડ બનાવી પણ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનનું કામ શરૂ થયું છે

               જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના લેબગ્રોન ડાયમંડની અમેરિકામાં સારી ડિમાન્ડ છે મોટા પાયે ત્યાંજ નિકાસ કરવામાં આવે છે નેચુરલ હીરાની સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ નવી તકો ઊભી થઈ છે યંગ જનરેશનમાં લેબગ્રોનડાયમંડની માંગ વધારે છે જે લોકો રિયલ ડાયમંડ એફટ નથી કરી શકતા તે પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી પસંદ કરી રહ્યા છે

સુરતથી સિન્થેટિક ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે…

નેચરલ હીરાનું ગ્રોથ રેટ ૪૮.૮૦ટકા લેખે જ્યારે લેવગ્રોન ડ્યમંડનો ગ્રોથ ૧૦૫.૫૩ ટકા લેખે થયો છે…

સુરતમાં આશરે દોઢ લાખ રત્નકલાકારો સિન્થેટિક ડાયમંડ ના કામોમાં જોડાઈ ગયા છે..

સુરતને કટ અને પોલીસિંગ નું કેન્દ્ર માનવામાં આવે છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *