રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
લાજપોર સેન્ટ્રલ જેલની અંદર રાયડી ગુનામાં જેલ કારાવાસ ની સજા ભોગવી રહ્યો યુવક પર લાજપોર સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૯/૧૨ ની અંદર હુમલો કરવામાં આવ્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારનો નિર્મળ કાચા કામના આરોપી રાયોટિંગના ગુનામાં છેલ્લા ૨૦ દિવસથી લાજપોર જેલમાં જેલ કારાવાસની સજા ભોગવી રહ્યો હતો ત્યારે આજરોજ સવારે આઠ વાગ્યાના અરસામાં અચાનક લાજપોર સેન્ટ્રલ જેની અંદર યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. કાચા કામના આરોપી નિર્માણ ના મોઢું અને હાથ પર હમલો કરવામાં આવ્યો હતો. લાજપોર સેન્ટ્રલ જેલના ડોક્ટરે યુવકની હાલત જોતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર નિર્મળ દ્વારા પોતાના પરિવારને જાણ કરવામાં આવી હતી. યુવકનો પરિવાર પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે લાજપોર જેલની અંદર હમલાઓ થાય છે. તો પોલીસ સિપાઈ ગાર્ડ જેલમાં જેલર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ શું કરતા હતા.
સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી પર કરાયો હુમલો
રાયોટિંગના ગુનામાં છેલ્લા 20 દિવસથી લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો આરોપી
આજે સવારે 8 વાગ્યાના આસપાસ બેરેક નમ્બર એ 9/12માં બની હતી ઘટના
મોઢા પર અને હાથ પર હુમલો કરવામાં આવ્યો હતો
હાલ નિર્મળને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે..