કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીઝવા ગામે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો.જેમા લોકોના રેશનકાર્ડ આવક દાખલા આધારકાર્ડ સહિત ની વિવિધ સેવાઓ એકજ જગ્યાએ થી એકજ દિવસમાં આપવામાં આવી હતી . તાલુકા પંચાયત સમાજ કલ્યાણ મામલતદાર કચેરી આરોગ્ય ના સ્ટાફે હાજર રહી લોકો સેવાના વિવિધ કામો કર્યા હતા.સેવાસેતુનો પ્રારંભ સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ દિપસિહ રાઠોડ. સાબરકાંઠા જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્યા સેજલબેન પટેલ તાલુકા પંચાયત ના હોદ્દેદારો સરપંચ સહિતના ગ્રામજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.સાસદ રાઠોડે લોકોને જણાવ્યું હતું કે હવે સરકાર તમારા દ્વારે ઘેરબેઠાં સેવા આપવા આવે છે ત્યારે તેનો લાભ અચૂક લેવો જોઈએ.ભાજપ સરકાર દ્વારા લોકોને સેવામાં સહેજ પણ કચાશ ના રહે એ નેમથી આગળ વધી રહી છે ત્યારે સૌના સાથ સૌના વિકાસના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના થીમ સાથે આગળ વધીએ અને ગુજરાત અને દેશના ગામડાઓના વિકાસ માટે ની વિકાસયાત્રા માં સહભાગી બનીએ…