કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના “સખી” વન સ્ટોપ સેન્ટરે આસામની ૮ માસથી ઘરેથી નીકળેલ અને ભૂલી પડેલ મહિલાને ૧૪ દિવસ આશ્રય આપી પરિવાર જોડે પુનઃ સ્થાપન માટે આસામ પહોંચાડી.
કલેક્ટર ની અધ્યક્ષતા તથા માર્ગદર્શન હેઠળ તથા “સખી” વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા બાળ અધિકારીશ્રીના માર્ગદર્શનથી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી દ્વારા તા.૮/૫/૨૦૨૨ ના રોજ રાત્રે પરખ સંસ્થા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે ૧૮૧ અભયમ હેલ્પ લાઇન દ્વારા આ મહિલાને આશ્રય આપવામાં આવેલ જેઓ ને રાત્રે કીટ તથા કપડાં ,જમવાનું આપી નવડાવીને આરામ કરવા જણાવેલ .બીજા દિવસે સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા ચા નાસ્તો કરાવી મેડિકલ સારવાર કરાવેલ તેમજ વધુ મેડિકલ તપાસ માટે હિંમતનગર સિવિલ ખાતે લઈ જઈ સારવાર કરાવેલ અને બેનનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે બેન આસામ રાજ્યના કરીમગંજ જિલ્લાના બારિગ્રામના વતની છે અને બેન તેમના પતિને શોધવા ઘરેથી નીકળી ગયેલ છે તેઓ ગુવાહાટી બેંગલોર બધે ફરતા ફરતા ગુજરાત આવી ગયેલ છે.
તેમને પરિવારની શોધખોળ કરવા આસામના વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી ત્યાંના કેન્દ્ર સંચાલક જોડે વાત કરાવી અસરગ્રસ્ત બેનના નજીકના જિલ્લા કરીમગંજ
વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકનો સંપર્ક કરી પરિવારની શોધ ખોળ કરાવેલ તથા બેનના ગામના નજીકના પોલીસ સ્ટેશન તથા ગામના મુખીયા ,આશા વર્કર ,આંગણવાડી કાર્યકર દ્વારા પણ જાણ કરાવેલ અને તેના પરિવાર સાથે સંપર્ક કરી માહિતી મળતા જાણવા મળેલ કે બેન છેલ્લા ૮ માસથી ઘરેથી નીકળી ગયેલ છે અને તેના પરિવારમાં માતા અને નાનો ભાઈ છે.તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી આ મહિલાને ગુજરાતમાં કોઈ લેવા આવી શકે તેમ નથી અને આ મહિલાને ઘરે જવું હોવાથી અને અહી રહેવા માગતી ન હોવાથી ઘરે જવા માટે ખૂબ જીદ અને ધમાલ કરતી હોવાથી તેને ઝડપથી ઘરે મોકલવા માટે તાત્કાલિક પોલીસ એસ્કોર્ટ માંગી તાત્કાલિક રેલવે રિઝર્વેશન કરાવી મૂકવા જવા માટે .કલેકટર તથા મહિલા અને બાળ અધિકારી તથા પરખ સંસ્થાના મંત્રી તથા પ્રમુખ ના માર્ગદશૅન હેઠળ કાર્યવાહી કરી.
“સખી ” વન સ્ટોપ સેન્ટરના બે કેસ વર્કર તથા એક મહિલા પોલીસ સ્ટાફ તથા એક પુરુષ પોલીસ સ્ટાફ સાથે રેલવેમાં અરવલ્લીથી મહેસાણાથી દિલ્હી અને દિલ્હીથી ગુવાહાટી,આસામ ખાતે “સખી ” વન સ્ટોપ સેન્ટર ,કામરૂપ મેટ્રો ,આસામ ખાતે આવેલ અસરગ્રસ્ત મહિલાને પરિવાર જોડે પુનઃ સ્થાપન અર્થે મૂકવામાં આવેલ છે.ત્યારબાદ આ બેનના જિલ્લામાં પુરની સ્થિતિ હોવાથી વાતાવરણ સારું થતા પરિવાર જોડે સુરક્ષિત પહોચાડવામાં આવશે.આ રીતે “સખી “વન સ્ટોપ સેન્ટર અરવલ્લીના સ્ટાફ શ્રદ્ધાબેન પટેલ – સીમાબેન પરમાર અને પોલીસ સ્ટાફ રોહિતભાઈ પરમ ,મહિલા પોલીસ સેજલ બેન રાજપુત દ્વારા કામરૂપ મેટ્રો સખી વન સ્ટોપ સેન્ટર ગુવાહાટી આસામ ના કેન્દ્ર સંચાલક લુઇસ્તીમા બેન ને સુપ્રત કરી હતી આસામની ભૂલી પડેલ મહિલાને તેના વતનમાં પરિવાર સુધી પહોચાડવા તા.૨૩/૫/૨૦૨૨ ના રોજ અરવલ્લી ગુજરાતથી નીકળી વાયા દિલ્હી થી ગુવાહાટી ખાતે તા. ૨૬/૫/૨૦૨૨ ના રોજ ૪ દિવસની રેલ્વેની મુસાફરી કરી આસામ કામરૂપ મેટ્રો ખાતે મૂકી આવેલ અસરગ્રસ્ત મહિલાને ઘર સુધી પહોચાડવાની ખુબજ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.