Latest

અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં મળી આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક

કલેકટર નરેન્દ્રકુમાર મીના એ જીલ્લાના આરોગ્ય તંત્રની વિવિધ કામગીરીની સમીક્ષા કરી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા ખાતે કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જીલ્લાના આરોગ્ય વિભાગની વિવિધ સમિતિની બેઠક મળી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાતી વિવિધ કામગીરીની સમિક્ષા કરવામાં આવી.

બેઠકમાં માતા મૃત્યુ, બાળ મૃત્યુના કેસમાં ઝીણવટપૂર્વક માહિતી મેળવવામાં આવી.જીલ્લામાં ચાલતી આયુષ્માન ભારત યોજના અંગે પણ માહિતિ મેળવવામાં આવી. જીલ્લામાં ચાલતી સરકારી યોજનાઓ જેવીકે મિશન ઇન્દ્રધનુષ,જનની સુરક્ષા યોજના, પોલિયો નાબૂદી, કોવીડ વેક્સીનેશન કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી. જીલ્લામાં ચાલતી ક્ષય (ટી.બી.)વિરોધી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી.બેઠકમાં આરોગ્ય અધિકારીઓની સમસ્યાઓના નિવારણ અંગે પણ ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં હાજર મૃતકોના પરિવારજનો સાથે પણ કલેકટર નરેન્દ્ર કુમાર મિના એ વાતચીત કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી ડી. ડાવેરા, જિલ્લા આરોગ્ય અધિકારી આર.જી.શ્રીમાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *