અમદાવાદ: ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય સાથે સંકલન કરીને NCC કેડેટ્સની તાલીમના અભ્યાસક્રમના ભાગરૂપે આર્મી એટેચમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે 02 મેથી 30 મે 2022 સુધી અમલમાં છે. આ કેમ્પમાં 17 ANO ને 842 કેડેટ્સને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ “સૈન્ય – જીવનની રીત” પર આધારિત હતી જ્યાં સિનિયર ડિવિઝન, NCCના કેડેટ્સને શાંતિ દરમિયાન સૈન્ય સ્થાપત્યો/યુનિટના નિયમિત કામકાજો અને યુદ્ધ દરમિયાન તેમની ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમાં યુવા કેડેટ્સમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનના સમૃદ્ધ ઇતિહાસ પ્રત્યે કેડેટ્સને અવગત કરવાનું પણ સામેલ હતું. તેમણે ફાયરિંગ અને અવરોધ કોર્સ નેગોસિએશન સહિતની વિવિધ તાલીમ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આર્મી યુનિટમાં તાલીમ અને એટેચમેન્ટની આ કલ્પનાથી કેડેટ્સ સંરક્ષણ દળોમાં જોડાવા અને અલગ રીતે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત થયા હતા.