અમદાવાદ: “નિઃસ્વાર્થ સેવા”ની મૂળ ભાવના સાથે 06 ડિસેમ્બર 1962ના રોજ બોર્ડર વિંગ હોમગાર્ડ્સ (BWHG)ની શરૂઆત થઇ હતી. BWHGના લોકો શત્રુતા વિરામ સમય દરમિયાન મહત્વપૂર્ણ સંસ્થાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં સંરક્ષણ પૂરું પાડવા માટેની તેમની પ્રાથમિક ભૂમિકા નિભાવી શકે તે માટે તેમને તૈયાર કરવા અને તાલીમ પૂરી પાડવાના ઉદ્દેશથી, ડેઝર્ટ કોરના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા બારમેર જિલ્લામાં આવેલી BWHGની નં. 1 બટાલિયન માટે ત્રણ અઠવાડિયાના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં કુલ 144 BWHG જવાનોએ ભાગ લીધો હતો જેમાં તેઓ પોતાની પ્રાથમિક ફરજો નિભાવી શકે તે માટે લેક્ચર, ડેમોસ્ટ્રેશન, પ્રેક્ટિસ અને વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ સમાવવામાં આવ્યા હતા. આઉટડોર તાલીમમાં રાઇફલ ફાયરિંગ, વ્યૂહાત્મક ગતિવિધી અને બિલ્ટ-અપ વિસ્તારોમાં નાની ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરવાની કામગીરી સમાવવામાં આવ્યા હતા. આ તાલીમના કારણે BWHGના સહજીવન એકીકરણ અને ક્ષમતાઓમાં પ્રોફેશનલ ધોરણે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓપરેશનો હાથ ધરવા માટે ઉન્નત સંશક્તિ પ્રાપ્ત કરવામાં વેગ મળ્યો હતો. આ તાલીમથી HADR (માનવીય સહાયતા અને આપદા રાહત) કોલમના ભાગ રૂપે કુદરતી અને કૃત્રિમ આફતોના સમય સહિત પરંપરાગત અને બિન-પરંપરાગત પરિસ્થિતિઓમાં સૈન્ય સાથેની કામગીરીમાં BWHG ના તાલમેલપૂર્ણ અમલીકરણની પ્રક્રિયાઓ અને કાર્યાત્મક આવશ્યકતાઓમાં સુધારો થયો છે.