Breaking NewsLatest

છોડમાં રણછોડ જોઈશું તો આપણને દરેક પરિસ્થિતિમાંથી વૃક્ષો બચાવશે વિશ્વ પર્યાવરણ દિવસે નહીં આખું વર્ષ વૃક્ષ ઉછેર કરતા રહો.- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

સાબરકાંઠા જિલ્લાના તિરુપતિ ઋષિવન દેરોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની દબદબાભેર ઉજવણી કરાઇ

ગ્રીન ગ્લોબલ બ્રિગ્રેડ ગુજરાત દ્વારા 11000 ગ્રીન કમાન્ડો દ્વારા 11000 વૃક્ષોનું વાવેતર 1100 યુનિટ રકતદાન તથા 1100 ગંગાસ્વરૂપ બહેનોનું ધાબળા આપી સન્માન કરાયુંપૂજ્ય સ્વામી પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદજી મહારાજનું પ્રકૃતિ એવોર્ડ આપી સન્માન કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઋષિવનમાં  વૃક્ષારોપણ કરાયું મંત્રીશ્રી ઋષિકેશ દ્વારા તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવા સંકલ્પ સાથે જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ક્રાંતિકારી પૂજ્ય સંત શ્રી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું  જાહેર પ્રાકૃતિક સન્માન  તથા અભિવાદન કાર્યક્રમ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના તિરૂપતિ ઋષિવન દેરોલ ખાતે ગ્રીંન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત દ્વારા 11000 ગ્રીન કમાન્ડો દ્વારા 11000 વૃક્ષોનું વાવેતર તથા 1100 યુનિટ રકતદાન તથા 1100 ગંગાસ્વરૂપ બહેનોને ધાબળા વિતરણ તથા પૂજ્ય સ્વામીને પ્રકૃતિ એવોર્ડ દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્યશ્રી કાન્તીભાઈ પટેલ, અગ્રણીશ્રી સોમાભાઇ મોદી ગ્રીન એમ્બેસેડર અને સંસ્થાપક ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતના શ્રી જીતુભાઈ તિરુપતિ તથા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ શ્રી નીલેશ રાજગોર અને પર્યાવરણ પ્રેમીઓ, યુવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રેમીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણના દિવસે આપણે સૌ પર્યાવરણના જતન માટે ભેગા થયા છીએ. વૃક્ષ વાવી પર્યાવરણની જાળવણી કરવાની છે પ્રકૃતિને  જીવંત રાખવાની છે પરંતુ કુદરત વિફરે તો કેટલી હેરાન કરે છે તે પણ આપણે અનુભવ્યું છે. સંસ્થાઓ આ વૃક્ષ ઉછેર માં જોડાય, વ્યક્તિઓ યુવાનો જોડાયા અને સામૂહિક પ્રયાસથી લાંબાગાળાનું આયોજન અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ આપણે કરવાનું છે જેમાં સરકારની પણ જવાબદારી છે.


મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓ પણ બદલાતી જાય છે પણ આપણી પાસે વિઝનરી લીડરશીપ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ, પર્યાવરણ માટે ખૂબ પ્રયાસો કર્યા છે અને ક્લાઈમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ શરૂ કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ પ્રકૃતિ તરફ પાછા વળો નો સંદેશ આપ્યો છે. પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની જાળવણી માટે એલઈડી બલ્બ વેચીને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડ્યુ છે. એક સૂરજ એક વિશ્વ એક ગ્રીડનો મંત્ર આપ્યો છે.


વિશ્વમાં સૂર્ય ઉર્જા સોલાર ઉર્જા ને પ્રોત્સાહન આપી ઐતિહાસિક નિર્ણયો કર્યા છે જેમાં વિશ્વના વિકસિત દેશો પણ આ મુહિમમાં જોડાયા છે.
મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે છોડમાં રણછોડ જોઈશું તો અને વૃક્ષ નારાયણની ભાવના તથા ઝાડ કાપવા થી માનવીમાં વેદના થશે તો આપણે પર્યાવરણને જાળવી શકીશું, જતન કરી શકીશું તેમ ભારપૂર્વક જણાવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જમીનનું સ્વાસ્થ્ય સુધારશો તો માનવીનું સ્વાસ્થ્ય પણ આપોઆપ સુધરશે. રાસાયણિક ખાતરો દવાથી માનવી નું સ્વાસ્થ્ય બગડે છે. ગાય પર આધારિત ખેતી તરફ વળશુ તો માનવી સ્વસ્થ હશે તો બીજું બધું સરળતાથી મેળવી શકાશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે જ વૃક્ષો વાવવા ત્યાં સુધી આ કાર્યને સીમિત ન બનાવી આખા વર્ષ દરમિયાન જ્યાં પણ જગ્યા દેખાય, શેઢા પાળા, રોડ-રસ્તા, નદીકિનારે કે પડતર જમીનમાં વૃક્ષો વાવીશું જતન કરીશું તો ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હલ થશે અને કોરોના વખતે ઓક્સિજન ની કિંમત સૌને સમજાઇ છે માટે વધુ વૃક્ષો વાવી ગુજરાતની ધરતીને હરિયાળી  નવપલ્લવિત કરવા આહવાન કર્યું હતું.


કાર્યક્રમમાં ઉપસ્થિત ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પર્યાવરણ બચાવવા અંગે પ્રેરણાદાયી પ્રવચન આપી આશીર્વચન પાઠવ્યા હતા
આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ મહારાજને ચંદનનો છોડ, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ડો. જીતુભાઈ પટેલ દ્વારા ગ્રીન ગ્લોબલ ટીમ દ્વારા મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. અને ડો. જીતુભાઈ લિખિત પુસ્તિકા “પ્રેરણા” મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. સૌ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો હતો. બ્રિગેડ દ્વારા એક રૂપિયો દાન કરી સ્વામી સચ્ચિદાનંદને ચેક રૂપિયા 1,11000 નો અર્પણ કરાયો હતો.


ડો. જીતુભાઈ દ્વારા સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા અને સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિની રૂપરેખા તથા કાર્ય યોજના અંગે સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે પુર્વ મંત્રી શ્રી એ.કે પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, રાજયભરમાંથી આવેલા પર્યાવરણ પ્રેમીઓ, ગંગાસ્વરૂપ બહેનો, પદાધિકારીઓએ તથા વન વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

1 of 690

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *