અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સરપંચશ્રીઓને અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વડાપ્રધાનશ્રી દ્વારા તારીખ 16- 12 -2020 ના ‘નેશનલ કોનકલેવ ઓન નેચરલ ફાર્મિંગ ‘ના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ નું મહત્વ અને તેની હાલની જરૃરિયાત ધ્યાને લઇ દરેક ગ્રામ પંચાયતના એક ગામમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય તો આ પદ્ધતિનો સરળતાથી વ્યાપ વધી શકે તેમ જણાવ્યું છે.આ માટે જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થી માહિતગાર કરવામાં આવ્યા.ભારત સરકાર દ્વારા મેનેજ હૈદરાબાદની રાષ્ટ્રીય કક્ષાની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.રાજ્યકક્ષાએ સમિતિને એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે.
આજરોજ ભિલોડા અને મેઘરજ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભિલોડા તાલુકા નો કાર્યક્રમ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે અને મેઘરજ તાલુકા નો કાર્યક્રમ તાલુકા પંચાયતની રચના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓનલાઇન માધ્યમથી તેમ જ ઓફલાઈન માધ્યમથી પણ જોડાયેલા હતા. જેમાં આત્મા પ્રોજેક્ટ અધિકારીશ્રી.અન્ય કર્મચારીઓ,સંશોધન વૈજ્ઞાનિકશ્રી, તેમજ પ્રાકૃતિક ખેતી ના સંયોજક, સહસયોજક, અને પ્રગતિશીલ ખેડૂતોને દ્વારા તાલુકાના હાજર રહેલ તમામ સરપંચશ્રીઓને પ્રાકૃતિક ખેતી થી માહિતગાર કર્યા હતા.તેમજ ભિલોડા અને મેઘરજપંથકના માં કુલ ૭૦ જેટલા કર્મચારીઓ ભાગ લીધો હતો આ જ રીતે તારીખ ના રોજ બાયડ માલપુર મોડાસા ધનસુરા તાલુકામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.