Breaking NewsLatest

સ્વ.શ્રી આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મહેસાણાના વિનોદ પ્રજાપતિને એનાયત

પાલનપુર
ગુજરાત રાજ્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ એક એવી અવૈધિક સંસ્થા જે શિક્ષણમા નીતિ,ગુણવતા, પ્રોત્સાહન અને પ્રવાસના આધાર સ્તંભોથી કાર્યરત છે. તેમાં દાતાઓના સહયોગ અને તેમનાજ નામકરણથી દર સંગોષ્ઠિમા શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો નિર્ણય થયેલ.
જેના ભાગરૂપે આ સંસ્થાની પ્રથમ શિક્ષણ સંગોષ્ઠિ લોક નિકેતન 6-7 જુને રતનપુર મુકામે યોજાઇ. જેમાં “સ્વ.શ્રી આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક “માટે શ્રી સાર્વજનિક વિવિધલક્ષી વિધાલય મહેસાણાના બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક શ્રી વિનોદકુમાર પી. પ્રજાપતિની પસંદગી થઈ.ઉત્તર ગુજરાત યુનિ ના કુલપતિ ડૉશ્રી જે.જે.વોરા સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારી ડો શ્રી નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ તેમજ મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર અને કાર્યક્રમ સંયોજક શ્રી શામજીભાઈ દેસાઈ તેમજ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડવિજેતા શ્રી વનિતાબેન રાઠોડ (રાજકોટ) અને ડો.હેમંત ઓઝાના સાનિધ્યમા” સ્વ. શ્રી આલાભાઈ સાંડસુર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” લોકનિકેતન રતનપુર, પાલનપુર મુકામે એનાયત કરવામાં આવેલ. સંગોષ્ઠિમાં રાજ્યભરના સમર્પિત શિક્ષકો,શિક્ષણપ્રેમીઓએ તેમાં ભાગ લીધો હતો.અને શિક્ષણની સમસ્યાઓ ઉપર મંથન થયેલ.
સ્વ.શ્રી આલાભાઈ સાંડસુર ભાવનગર જિલ્લાના સમથૅ કેળવણીકાર હતાં.તેમના જીવન પ્રસંગો પર એક પુસ્તક પ્રકાશિત થયેલ છે.શ્રી વિનોદભાઈ પ્રજાપતિ ને રાજ્ય કક્ષાનો શિક્ષક તથા પર્યાવરણ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.વિનોદભાઈ સતત મેદાનમાં હાજર રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભાગ લેવડાવી પુરસ્કારો અપાવ્યા અને પોતાને પણ 85 થી વધું સન્માન પ્રાપ્ત થયાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *