ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી શિવસાગર સોસાયટી નજીક નંબર પ્લેટ વગરની સ્કૂટર પર આવી બે મહિલાઓ ચલણી નોટોની વહીવટ કરવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી. જે બાતમીના અધતે વોચ ગોઠવી કાર્યવાહી કરાતા બે મહિલાઓ ઝડપાઈ હતી. આ બંને મહિલાઓને ઝડપી લઇ તપાસ કર્યા મહિલાના પર્સ માંથી બનાવટી નોટો બંડલ મળી આવતા બંને મહિલાની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતા બનાવટી નોટો નો પર્દાફાસ થયો હતો પોલીસે રૂપિયા 2 હજારના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રૂપિયા 1480 ની સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરની શિવસાગર સોસાયટીથી પાસેના ત્રિપદા ફાર્મ સામે, તરસમિયા તરફ જવાના રસ્તા પર બે મહિલા એક નંબર પ્લેટવિનાના સ્કુટર પર આવી ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા ઉભા હોવાની ભાવનગર એલસીબી, એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી .એલસીબી, એસઓજીની ટીમે મહિલા સ્ટાફને સાથે રાખી ત્રિપદા ફાર્મ પાસે ત્રાટકી રેખાબેન હર્ષદભાઈ મકવાણા ( ઉ.વ .૩૫ , રહે , ૩૦૩ , ત્રીજા માળે , શિવશક્તિ આર્કેડ , ટોપ -૩ પાસે , રીંગ રોડ ) અને મનીષાબેન ધનજીભાઈ રેલિયા ( ઉ.વ .૪૦ , રહે , વાડી વિસ્તાર , સૂર્યાગાર્ડન પાછળ , ઉમિયા ઓઈલ મીલની સામે , પાળિયાદ રોડ , બોટાદ ) નામની બે મહિલાને શંકાસ્પદ હાલતમાં પ ઝડપી પર્સની જડતી કરતા રેખાબેન નામની મહિલા પાસેથી રૂપિયા 2 હજાર ના દરની નોટોના 33 બંડલ તેમજ મનીષાબેન નામની મહિલાના પર્સમાંથી બે હજારની નોટના 22 બંડલ મળી એક જ સિરીઝની કુલ 379 કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કાઢેલી બનાવટી નોટો કબજે કરી હતી. LCB અને SOGએ બન્નેને ધરપકડ કરી પૂછતાછ કરતા રેખાબેનએ જણાવ્યું હતું કે , આ બનાવટી નોટો તેને બોટાદની મહિલા મનીષાબેન રેલિયા અહીં આપવા માટે આવી હતી . રૂપિયા 7,58,000 ની કિંમતની બનાવટી કરન્સીના બદલામાં તેને રૂપિયા 2,50,000 ની ખરી નોટો ચુકવવાની વાત થઈ હતી. તેમજ પ્રથમ 250 જાલીનોટ બજારમાં ખરા તરીકે વટાવી ફરતી કરવાની અને બાકીની નોટ પાછળથી ખરા તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું હતું. જ્યારે દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો બદઈરાદો રાખનાર બોટાદની મહિલા મનીષાબેન રેલિયા હાલ પ્રાથમિક તબક્કે માસ્ટર માઈન્ડ હોય તેણીએ એવી કબૂલાત આપી હતી કે, આ બનાવટી નોટો તેણે જ કલર પ્રિન્ટરમાં છાપી છે. જો કે , પોલીસ આ અંગે વધુ તપાસ કરે તો હજુ અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે , મહિલાઓ પાસેથી મળી આવેલી બે હજારના દરની નોટો ડુપ્લીકેટ છે કે અસલ ? તેની ખરાઈ કરવા માટે બેન્કના સ્ટાફ અને FSL અધિકારીને ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા .એસઓજીએ રરૂપિયા 2 હજારના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રોકડા રૂપિયા 1480 સહિતનો રૂપિયા 46680 મુદ્દામાલ કબજે કરી રેખાબેન મકવાણા અને મનીષાબેન રેલિયા વિરૂધ્ધ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથધરી હતી.
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તાર માંથી LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી રૂપિયા 2 હજારના દરની કુલ 379 ડુપ્લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્કુટર , બે પર્સ અને રોકડા રૂપિયા 1480 મળી કુલ 46680નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી.
Related Posts
અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.
5-5-26એ અંબાજી મંદિર ના ભંડાર કક્ષ માં પટાવાળા જેવા કર્મચારી દ્વારા…
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની /બીયર…
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી
બનાસકાંઠા જીલ્લાના ના દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી નવજાત બાળક તસ્કરી ના…
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ
જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: સંબંધોમાં જ્યારે કડવાશ હદ વટાવે ત્યારે તેની…
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર
અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
ચૂંટણી ચાલી રહી છે વાદ વિવાદનાં આરોપો ચાલી રહ્યા છે.કેટલીક વખત હાર ભાળતા…
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
"પૈસા નહીં આપે તો પતાવી દઈશ"ની ધમકી આપનાર વ્યાજખોરોને પોલીસે જેલના…
અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી , ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી નીતેશ…
અંબાજીના નવા પીઆઇ સિંઘમ બન્યા,5.58લાખનો વિદેશી દારૂ પકડ્યો
અંબાજી પો.સ્ટે વિસ્તારમાંથી વોક્સવેગન કંપનીની વેન્ટો ગાડીમાંથી ભારતીય બનાવટનો…
પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો
વાળુકડ ગામની એક મહિલા જેઓ હાલ તેમના પતિ સાથે સહ પરિવાર સુરત માં રહે છે આ મહિલા…















