રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે.
ટીઆરએ રિસર્ચના તાજેતરના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022 માટે દેશભરમાં 16 શહેરોમાં સિન્ડિકેટેડ
કન્ઝ્યુમર-ઇન્ફ્લ્યુઅન્સર મારફતે અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં હજારો સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય ટી બ્રાન્ડ્સમાં ભારતીય ગ્રાહકોએ વાઘ બકરી ટીને સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે મત આપ્યો હતો.
ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે ઓળખાવવું અમારા માટે ખૂબજ ગૌરવની વાત છે, તેમ વાઘ બકરી ટી ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રસેશ દેસાઇએ જણાવ્યું હતું. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને બેજોડ ગુણવત્તા ધરાવતી ચીજો પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. આ ઓળખ અમારી ચાર પેઢીના કાર્યોને સ્વિકૃતિ આપે છે તેમજ અમને વધુ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારી નિષ્ણાંતોની ટીમ સારા પેકેજિંગ ડિઝાઇન તથા ઉત્તમ મૂલ્યો સમર્થિત ઇનોવેશનના ઉચ્ચ સ્તરો સાથે વિશ્વભરના અમારા ગ્રાહકોને સંતુષ્ટિ પ્રદાન કરવાના અમારા મીશનને આગળ ધપાવશે.
ભારત અને 50થી વધુ દેશોમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અગ્રણી વાઘ બકરી ટી ગ્રૂપ વર્ષ 1892થી ભારતમાં ચાના વ્યવસાયમાં ઉપસ્થિતિ ધરાવે છે. આ ગ્રૂપ ભારતમાં અગ્રણી પેકેજ્ડ ટી કંપનીઓ પૈકીનું એક છે તથા રૂ. 1800 કરોડથી વધુ ટર્નઓવર અને 45 મિલિયન કિલોથી વધુ ચાનું વિતરણ કરે છે.
ગ્રૂપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને ચંદીગઢ, હૈદરાબાદ, છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે તથા તાજેતરમાં તેણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પ્રવેશ કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વ્યવસાયિક ચર્ચા અથવા પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનું પરફેક્ટ ડેસ્ટિનેશન વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા ગ્રૂપે લાખો ભારતીયોના જીવનમાં આનંદ અને તાજલી લાવવાના તેના વારસાને પણ વધુ મજબૂત કરી રહ્યું છે. હાલમાં અમે દેશભરમાં 15 લાઉન્જ ધરાવીએ છીએ તથા ટૂંક સમયમાં તેમાં ઉમેરો કરાશે.