કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બ્લોક ફેકટરી પ્રાથમિક શાળામાં
સ્મિતા બૌધ્ધની બદલી થતા અભિવાદન સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં શિક્ષણ વિભાગ અરવવલી જિલ્લા પ્રા.શિ.સંઘ.ના પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહી વક્તવ્ય પૂરું પાડ્યું , સી આર સી કિરીટભાઈ પટેલ હાજર રહ્યા,ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખ જીતુ પંડ્યા અને ઉત્કર્ષ મંડળ અરવલ્લી જિલ્લના પ્રમુખ જયંતિભાઈ પાઠક ધ્વIરા સ્મિતા બૌધ્ધને સાલ ઓઢાડી આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું મોડાસા સાયરા જૂથના શિક્ષક ભાઈ બહેનોએ હાજરી આપી હતી.બ્લૉક ફેક્ટરી ગામના નિવૃત શિક્ષક મૂળજીભાઈ જાદવ,મૂળજીભાઈ ચમાર,મગનભાઈ તરાર
મસIભાઈ ભરવાડએ મંચસ્થ સ્થાન શોભાવ્યું હતું,સંદીપભાઈ સોલંકી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જિગીષા સોલંકી રાજેશ્રી રાઠોડ ,અમન સોલંકી , સાગર સોલંકી સ્નેહા તરાર ગામની જાગૃતિ મહિલાઓ અને એસ એમ સી સભ્યોએ સ્મિતા બૌધ્ધને ભેટ સોગંદ આપી સન્માનપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
બ્લૉક ફેક્ટરી પ્રાથમિક શાળા અને સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાઇ ગયો.
સ્મિતા બૌધ્ધની બદલી થતા શાળાના આચાર્યશ્રી ભાવિની ઉપાધ્યાયના આયોજન હેઠળ અભિવાદન કાર્યક્રમમાં રાખવામાં આવ્યો.
મોડાસા અરવલ્લી જિલ્લાના ધારાસભ્યએ હાજર રહી સ્મિતા બૌદ્ધને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ અંતગર્ત 700 જેટલાં લોકોએ નાના ભૂલકાઓ સહિત ભોજન લીધું .