કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસાના ટાઉન હોલ ખાતે કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાશે. રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને લોન વિતરણ કાર્યક્રમ આજે તા. 29 જૂન 2022ના બુધવારના બપોરે 4.00 કલાકે યોજાશે.
રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને જિલ્લાની વિવિધ બેંકો દ્વારા ધિરાણ-લોન આપવામાં આવશે.