શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં વરસાદ ની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી ખાતે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અંબાજી ખાતે વર્ષે દહાડે લાખો કરોડો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે હાલમાં અંબાજી ધામ ગંદકી મા ફેરવાઈ ગયું છે અને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજ્ય સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા સફાઇ પાછળ ખર્ચ કરે છે પરંતુ અંબાજી ખાતે હાલમાં જગ્યા જગ્યા ગંદકી ના ઢગ જોવા મળી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી