Latest

જામનગરના નવનિર્મિત ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકતા રાજ્યના મુખ્યમંત્રી.

જામનગર: જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવર બ્રિજને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે લોકાર્પિત કરતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીને અસરકર્તા એવા ડો.બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા અને નવા બ્રીજનો પ્રારંભ થઈ જતાં સ્થાનિક વિસ્તારના લોકોએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.નવા બ્રિજનું ઇ-લોકાર્પણ થયા પછી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં પણ અનેક વાહન ચાલકો નવા બ્રિજ પરથી ઉત્સાહભેર પસાર થયા હતા.

જામનગર શહેરમાં ગુલાબ નગર, સમર્પણ ઓવર બ્રિજ, બેડી ઓવર બ્રિજ અને ત્યાર પછીનો આ ચોથો ઓવરબ્રિજ નિર્માણ પામ્યો છે. ઉપરાંત એક અંડર બ્રિજનું પણ શહેરમાં નિર્માણ થયું છે. જામનગર શહેરની મધ્યમાં આવેલ તમામ રેલવે ફાટકો પર ઓવરબ્રિજ અથવા અંડર બ્રિજનું નિર્માણ થઈ ગયું હોવાથી જામનગર શહેર આજે ફાટક મુક્ત બન્યું શહેર બન્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *