અમિત પટેલ અંબાજી
ગુજરાતનો પાણી વીના ટળવળતો જીલ્લો એટલે કચ્છ જિલ્લો ગુજરાત મા પ્રથમ આવે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો પાણી ની સમસ્યા વાળો જીલ્લો આવે, આ બનાસકાંઠા જિલ્લામાં પાણી ની ગંભીર સમસ્યાઓ જોવા મળે છે અને આ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઉનાળામા ટેન્કર રાજ ચાલતું હતું અને હવે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ભારે આગાહી વચ્ચે મંગળવારે સવારે ભારે વરસાદ આવ્યો હતો અને આ કારણે દાંતા તાલુકાના મગવાસ ગામે નદીનાં પટમા ફસાયેલા યુવકનુ રેસ્કયુ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
દાંતા ના મગવાસ પાસે નદીમા ફસાયેલો યુવક નો બચાવ થયો .6 કલાક બાદ રેસ્કયું ટીમને બહાર કાઢવામાં સફળતા મળી .વરસાદ ને પગલે નદી માં અચાનક પાણી આવતા કિશોર બપોરે ફસાયો હતો નદી વચ્ચે ગયેલા કિશોર ની આજુબાજુ માં પાણી આવી જતા 6 કલાક સુધી ફસાયેલો હતો.NDRF ની ટીમ, મામલતદાર ની ટીમ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ટીમે કામગીરી આરંભીને યુવકને બહાર લાવ્યો નદીનાં કાંઠે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.ગ્રામજનોએ જણાવ્યું કે ગામનો છોકરો ઢોર ચરાવવા ખેતરમાં ગયો હતો મગવાસનો યુવક.ફસાયેલા યુવકનું નામ જોનેશભાઈ સોનાભાઈ તરાલ(ઉંમર 26) જેનો બચાવ થતા ગ્રામજનોએ રેસ્ક્યુ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.