શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે. આ તાલુકામાં 212 જેટલા નાના મોટા ગામો આવેલા છે જે પૈકી ના વઘુ ગામો આદિવાસી સમાજ ની બહુમતી ધરાવતા ગામો આવેલા છે.
આ આદિવાસી સમાજમાં ઘરે બાળકો રમતા હોય છે અને માતાપિતા ખેતર માં કામગીરી કરતા હોય છે ત્યારે 24 એપ્રીલ ના રોજ બપોરે 1 વાગે જોરાભાઈ ખરાડી પોતાનાં ખેતર માં કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમની 4 વર્ષની બાળકી બૈકીબેન ઘરે રમતી હતી અને ચુલો સળગતો હતો અને ભારે પવનના સુસવાટા ને કારણે આ કાચું ઘર ભડભડ સળગી ગયું હતું અને આ ઘરમાં 4 વર્ષની બાળકી મોતને ભેટી હતી અને પશુનું પણ મૃત્યુ થયું હતું.આસપાસના લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તો બંને ના મોત નિપજ્યા હતા.
પોતાની વહાલસોયી પુત્રીના મોત થી પિતા ભારે દુઃખી થઈ ગયા હતા ત્યારબાદ વહીવટી તંત્ર અને નેતાઓ અને સરપંચ સહિત નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
દાંતા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા આજે બપોરે મૃતક બાળકીના પિતા જોરાભાઈ ખરાડી ને 4 લાખનો ચેક સહાય પેટે અપાયો હતો. જેતવાસ ગામના લોકો, કુંભારીયા સરપંચ અને દાંતા એમએલએ કાંતિભાઈ ખરાડી હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી