Latest

આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

 જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી  વેસુ જી. ડી.ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે આરંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને કોર્પોરેટર રશ્મિ સાબુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને પલ્લવી માહેશ્વરી પણ  ઉપસ્થિત હતા. આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી એ જણાવ્યું હતું કે આઈઆઈએફડીની સ્થાપના વર્ષ  2014માં થઈ હતી.

જે ફેશન, ઇન્ટીરિયર, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે કોર્સ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે એઝકીબીશન નું આયોજન કરવામાં આવ્યું છે.

ઇન્ટીરિયર ડીઝાઇન ના વિદ્યાર્થીઓએ દસ અલગ અલગ થીમ પર પ્રોડેક્ટ્સ તૈયાર કરી છે જેમને અરાસા પ્રદર્શનીમાં અને ફેશન ડિઝાઇન ના વિદ્યાર્થીઓ 15 અલગ અલગ થીમ પર ગારમેન્ટ્સ ડીઝાઇન કર્યા છે જેમને ગાબા પ્રદર્શની માં મુકવામાં આવ્યા છે. પ્રદર્શની આવતી કાલે પણ સવારે દસ થી રાત્રે દસ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *