શકિતપીઠ અંબાજી નજીક ગબ્બર પાસે પહાડો વચ્ચે ચુંદડી વાળા માતાજીનો આશ્રમ આવેલો છે. શુક્રવારે 5 ઓગસ્ટના રોજ ચુંદડી વાળા માતાજીના આશ્રમ પર માતાજીની ગેર હાજરીમાં ભક્તો દ્વારા કેક કાપીને જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ચુંદડી વાળા મહારાજ છેલ્લા કેટલાંય વર્ષોથી પાણી અને ખોરાક વિના જીવન જીવતા હતા.
ગબ્બર પર્વત નજીક આવેલાં આશ્રમ પર કાર્યક્રમ યોજાયો હતો ,જેમાં નવચંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ભક્તો દ્વારા કેક કાપીને જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.26/5/2020 ના રોજ માતાજીનું અવસાન થયું હતું.મંદિર ખાતે સુકા મેવા અને વિવિઘ વસ્તુઓનો અન્નકુટ યોજાયો હતો .
ભક્તો માતાજીને યાદ કરતા જોવા મળ્યા. જશુભાઈ પટેલ, મેહુલ જાની, અતુલ જાની કાર્તિકભાઈ પ્રજાપતી સહિતના ભક્તો હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી