OtherLatest

ચોટીલા ચામુંડા માતાજી ના દ્વાર ખુલતા પાંખી હાજરી માં લોકો એ દર્શન કર્યા

ન્યુઝબાય – વિક્રમસિંહ જાડેજા, ચોટીલા

ચોટીલા : પવિત્ર યાત્રાધામ તેમજ ધાર્મિક સ્થળો ને ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિર પણ સરકાર ની ગાઈડલાઇન મુજબ શરૂ કરવામાં આવેલ છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જેમાં થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે તેમજ સેનેટાઈઝર કરવામાં આવે છે
અને દર્શન કરવા આવનાર વ્યક્તિ ને માસ્ક પહેરીને આવવા દેવામાં આવે છે. સાથે 65 વર્ષથી વધુ ઉંમર ના લોકો, 10 વર્ષ થી નીચેની ઉંમરના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને હાલ પ્રવેશ આપવામાં નથી આવતો. અને દર્શન કરવાનો સમય સવારે 6-30 થી 12 સુધી અને બપોરે 1 થી સાંજના 6-30 સુધીનો રહેશે જેમાં બપોરે 12 થી 1 ના સમય માં ફરીવાર મંદિર તેમજ સીડીઓને સેનેટાઈઝર કરવામાં આવશે.આરતી ના સમયમાં કોઈ દર્શનાથી હાજર રહી શકશે નહીં. હાલ ભોજનાલય બંધ રાખવામાં આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 644

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *